Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SVPI એરપોર્ટ પર મુસાફરો માટે નવો અરાઇવલ હોલ તૈયાર! નવનિર્મિત હોલ પર મહેમાનોનું ‘સુસ્વાગતમ્’

અમદાવાદ (Ahmedabad)સરદાર વલ્લભભાઈ પટેલ (SVPI)ઈન્ટરનેશનલ એરપોર્ટ (International Airport)પર નવો અરાઈવલ હોલ કાર્યરત કરવામાં આવ્યો છે. હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારતા નવી સેવાઓ થકી મુસાફરોના અનુભવે અને બહેતર બનાવવાનો આ સંનિષ્ઠ પ્રયાસ છે.વળી કોરના માં મુસાફરોમાં સમાજીક અંતર જાળવવાની સુવિધામાં પણ તે મદદરૂપ થશે.એરપોર્ટ પર 2250 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા નવા અરાઇવલ હોલથી વધુ બે બેગેજ બેલ્ટ ઉમેરાશે.એરપોàª
svpi એરપોર્ટ પર મુસાફરો માટે નવો અરાઇવલ હોલ તૈયાર  નવનિર્મિત હોલ પર મહેમાનોનું  lsquo સુસ્વાગતમ્ rsquo
અમદાવાદ (Ahmedabad)સરદાર વલ્લભભાઈ પટેલ (SVPI)ઈન્ટરનેશનલ એરપોર્ટ (International Airport)પર નવો અરાઈવલ હોલ કાર્યરત કરવામાં આવ્યો છે. હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારતા નવી સેવાઓ થકી મુસાફરોના અનુભવે અને બહેતર બનાવવાનો આ સંનિષ્ઠ પ્રયાસ છે.વળી કોરના માં મુસાફરોમાં સમાજીક અંતર જાળવવાની સુવિધામાં પણ તે મદદરૂપ થશે.
એરપોર્ટ પર 2250 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા નવા અરાઇવલ હોલથી વધુ બે બેગેજ બેલ્ટ ઉમેરાશે.એરપોર્ટના સ્થાનિક આગમન વિસ્તારમાં કુલ ચાર બેગેજ બેલ્ટ થઈ ગયા છે.ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વધારા સાથે આગમન વિસ્તારની વિશિષ્ટ ક્ષમતા મુસાફરોના આરામ અને સગવડમાં વધારો કરશે.
ડોમેસ્ટિક ટર્મિનલ પર મુસાફરોના પ્રસ્થાન માટે બે નવા બસ બોર્ડિંગ ગેટ ટૂંક સમયમાં જ કાર્યરત થશે.નવા બોર્ડિંગ ગેટ અને વધારેલા વિસ્તારની વધતી સુરક્ષા માંગને પહોંચી વળવામાં મદદ કરશે. ચાલુ તહેવારોના મોસમમાં મુસાફરોની અવરજવર ઓલટાઈમ હાઈ સ્તરે છે. તાજેતરમાં SVPI એરપોર્ટ એક દિવસમાં 36000થી વધુ મુસાફરોની સંખ્યાને પાર કરી ચૂક્યું છે. જે ડિસેમ્બર-2021ની પેસેન્જર મૂવમેન્ટના એવરેજ કરતાં લગભગ 37% વધારે છે. SVPI એરપોર્ટ પર મુસાફરી કરતી વેળાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અનેક સુધારા-વધારા સાથે મુસાફરો માટે આવનારું વર્ષ રોમાંચક અને શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરનારું રહેશે.
તાજેતરમાં SVPI એરપોર્ટે ડોમેસ્ટિક ટર્મિનલની બહાર મુસાફરો માટે ખાસ ડ્રોપ-ઓફ લેન અને નવો ફૂડ ઝોન બનાવ્યો છે, એટલું જ નહીં, વર્ષ દરમિયાન કેટલીય અવનવી વિશેષ સેવાઓ રજૂ કરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
 
Advertisement
Tags :
Advertisement

.